રોયલ્ટી કે પાસ પરમીટ વગર બોક્સાઇડન ખનન અને વહન કરતા બે ટ્રક તથા એક જે.સી.બી. પકડી કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજદીપસિંહ ગોહિલનાઓ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા મુળરાજભાઇ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ફરાદી ગામથી તુંબડી ગામ તરફ જતાં રોડની ઉતરાદી બાજુમાં આવેલ ફરાદી સીમ વિસ્તારમાં બોકસાઇડનો જથ્થો પડેલ છે જેમાંથી જે.સી.બી.મશીનથી ટ્રકોમાં બોકસાઇડ ભરી ગેરકાયદેસર રીતે ખનન થઇ રહેલ છે જે હકીકત આધારે તપાસ કરતા ફરાદી ગામથી તુંબડી ગામ વચ્ચે કાચા રોડ ઉપરથી બે ટ્રકો આવતી હોય જેમાં પ્રથમ ટ્રકને રોકી ડ્રાઇવરનું નામ પુછતા આવડાભાઈ વેજાભાઈ પાતા (મેર) ઉ.વ.૨૪ રહે.રોકડીયા હનુમાનજી મંદીર પાછળ ઉદ્યોગનગર, પોરબંદર વાળો હોવાનું જણાવેલ અને તેના કબ્જાની ટ્રક રજી.નં.GJ 36 V 5742 વાળા હોય જે ટ્રકમાં જોતા ખનીજ ભરેલ હોય જે ખનીજ બાબતે ડ્રાઇવરને પુછતા બોકસાઇડ ખનીજ ભરેલ હોવાનું જણાવેલ જેથી આ બોકસાઇડ ખનીજ ભરવા બાબતે રોયલ્ટી કે પાસ પરમીટની માંગણી કરતાં પોતાની પાસે રોયલ્ટી કે પાસ પરમીટ નહી હોવાનું જણાવેલ સદર ટ્રકમાં આશરે ૩૫ ટન જેટલું બોકસાઇડ ખનીજ ભરેલ હોય તેમજ સદર ટ્રકથી પાછળ બીજી ટ્રક ઉભેલ હોય જે ટ્રક રજી.નં.GJ 16 AU 7941 વાળા હોય અને ડ્રાઇવર હાજર મળી આવેલ નહી તેમજ હાજર મળી આવેલ ડ્રાઇવર જે જગ્યાએથી બોકસાઇડ જે.સી.બી. મશીનથી ખનન કરેલ છે તે જગ્યાએ ડ્રાઇવરને સાથે રાખી તપાસ કરતાં શીવમ માઇન્સની બાજુમાં આવેલ ટેકરાની બાજુમાં બોકસાઇડના ઢગલા પાસે એક જે.સી.બી. મશીન પડેલ હોય અને આ જે.સી.બી. મશીનથી ટ્રકમાં બોકસાઇડ ભરી આપેલ જે જે.સી.બી. મશીન બોકાઇડના ઢગલા પાસે મુકી જે.સી.બી.ડ્રાઇવર નાશી ગયેલ જેના રજી.નં.GJ 12 CM 5238 વાળા હોય જે જે.સી.બી.મશીનની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ તેમજ ખાલી ટ્રક નંબર GJ 16 AU 7941 વાળીની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ તેમજ રજી.નં.GJ 36 V 5742 વાળીમાં આશરે ૩૫ ટન બોકસાઇડ ભરેલ હોય જે એક ટન બોકસાઇડની કિ.રૂ.૧૫૦૦/-લેખે ૩૫ ટન બોકસાઇડની કિ.રૂ.૫૨,૫૦૦/-
ગણી તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ નં.GJ 36 V 5742 વાળાની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ગણી બી.એન.એસ.એસ.કલમ ૧૦૬ મુજબ શક પડતા મુદ્દામાલ તરીકે કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમ પાસેથી એક મોબાઇલ ફોન મળી આવેલ જેની કિ.રૂ.૫૦૦૦/- ગણી કબ્જે કરેલ તેમજ મજકુર હાજર મળી આવેલ ઇસમને બી.એન.એસ.એસ.કલમ ૩૫(૧) ઇ મુજબ અટક કાયદેસરની કાર્યવાહી કરેલ છે.