ભુજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો


ભુજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ હેઠળની સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરી, ભુજ દ્વારા આઇટીઆઇમાં અભ્યાસ કરતા વાયરમેન ટ્રેડના તાલીમાર્થીઓને વિજ સલામતી, ઊર્જા બચત અને લાઈસન્સીગ બોડૅ ગાંધીનગરથી આપવામાં આવતા ઓનલાઇન લાઈસન્સ મેળવવા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
જેમાં વિદ્યુત નિરીક્ષકાલય, ભુજના જુનીયર સહાયક વિદ્યુત નિરીક્ષક શ્રી વાય. કે કુંડારિયા ભુજ દ્વારા તાલીમાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઈલેક્ટ્રીશિયન/ વાયરમેન તરીકે કાર્ય કરતા સમયે વીજળીથી કેમ સલામત રહેવું તથા ઊર્જા બચત કેવી રીતે કરી શકાય તે બાબાતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહાયક વિદ્યુત નિરીક્ષક શ્રી કે. એમ. પરમાર દ્વારા લાઈસન્સીગ બોડૅ ગાંધીનગરથી આપવામાં આવતા ઓનલાઇન લાઈસન્સ મેળવવા બાબતે માર્ગદર્શન અપાયું હતું. આ સેમિનારમાં ઈલેક્ટ્રીશિયન અને વાયરમેન ટ્રેડના તાલીમાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. જેમાં સંસ્થાના ઇન્ચાર્જ ફોરમેન સંજય મોતા, શૈલેશપુરી ગોસ્વામી, રાજેશ વ્યાસ અને ઇલેક્ટ્રીકલ અને વાયરમેન ટ્રેડના ઇન્સ્ટ્રકટર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ટેકનિકલ બાબતોને લગતી પ્રશ્નોત્તરી કરી હતી જેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન એમ.આઇ. બાયડ (સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરી -ભુજ) અને સંચાલન ગોપાલ જી. ઝરૂ, કુશ પરમાર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.