સમગ્ર કચ્છ જિલ્લા હદમાં ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધ

ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધ તથા તેની અમલવારી બાબતે સૂચનાઓ આપવામાં આવી છે. તહેવારો દરમિયાન તેની ખાસ અમલવારી બાબતે જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી કરવા જણાવાયું છે. ઉકત વિગતે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ ઉપર નિયંત્રણ મૂકવું જરૂરી જણાય છે.

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્સના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવુ છું.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઇ આ જાહેરનામાંના ભંગ બદલ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાંનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું તા.૦૫/૧૧/૨૦૨૫ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં અમલમાં રહેશે.

અંજના ભટ્ટી                 

૦ ૦ ૦ ૦ ૦