“ભજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા / રમાડતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ નાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, સિધ્ધાર્થ ભરતભાઇ શાહ રહે.હોસ્પિટલ રોડ, ભુજ વાળો ન્યુ સ્ટેશન રોડ પર આવેલ જયેશ ઠકકરની ચાય ની હોટલ પાસે ઉભેલ છે અને પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ ઇન્ડિયા વર્સેસ સાઉથ આફ્રિકા વુમનની વન-ડે વલ્ડકપ ક્રિકેટ મેચ આ ૫૦ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો જુગાર ખુલ્લી જગ્યામાં પોતે તથા પોતાના મળતીયા માણસો મારફતે રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી CRIBET247.COM तथा VEGASBOOK777.COM तथा 190exchange.com नामनी ओनलाधन वेजसाध्ट ઉપર ક્રિકેટ સટ્ટો રમતા રમાડતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી. CRIBET247.COM માં રાખેલ બેલેન્સ રૂપીયા ૧,૫૬,૮૫૩/- તેમજ આઇ.ડી. માં VEGASBOOK777.COM માં રાખેલ બેલેન્સ રૂપીયા ૧,૮૫,૫૯૧/- તેમજ આઈ.ડી.માં t90exchange.com માં રાખેલ બેલેન્સ રૂપીયા ૫૫,૫૯૪/- ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમા લીધેલ તેમજ ક્રીકેટ સટ્ટો રમવા માટે CRIBET247.COM વાળી આઇ.ડી. મિરાજ અરસદ મેમણ રહે. હિનાપાર્ક, ભુજ વાળા પાસેથી તથા VEGASBOOK777.COM વાળી આઇ.ડી. હૈદાર પઠાણ રહે-કેમ્પ એરીયા ભુજ વાળા પાસેથી તથા t90exchange.com વાળી આઇ.ડી.આનંદભાઇ રહે-અંજાર વાળા પાસેથી જુગાર રમવા લીધેલ હોય જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમો વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૦૨૧/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ ઇસમ :-

  • સિધ્ધાર્થ ઉર્ફે મુન્નો ભરતભાઈ શાહ ઉ.વ.-૪૨ રહે.વિજયનગર ભાદરકા હોસ્પિટલ પાછળ હોસ્પિટલ રોડ

ભુજ (ક્રિકેટ સટ્ટો રમાડનાર)

પકડવાના બાકી ઇસમો :-

મિરાજ અરસદ મેમણ રહે. હિના પાર્ક, ભુજ (આઇ.ડી.આપનાર)

હૈદાર પઠાણ રહે-કેમ્પ એરીયા ભુજ (આઇ.ડી.આપનાર)

  • આનંદભાઈ રહે-અંજાર (આઇ.ડી.આપનાર)
  • ક્રીકેટ સટ્ટા બેટીંગના ગ્રાહકો

મુદામાલ :-

ત્રણેય આઇ.ડી.મા રાખેલ કુલ્લે બેલેન્સ રૂપીયા ૩,૯૮,૦૩૮/- ક્રિકેટ સૉ રમવામાં ઉપયોગમા લીધેલ

મોબાઇલ નંગ- ૦૧ કી.રૂ. ૫,૦૦૦/-