“ગેરકાયદેસર હવાલા કે છેતરપીંડી થી નાણા મેળવી તે નાણા અલગ-અલગ બેકના ખાતામાં જમા કરાવવા માટે ખોટા દસ્તાવેજોના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, સુનીલભાઇ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા ડ્રા.અશ્વિનભાઇ ગઢવીનાઓ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૪૭૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ – ૩૩૬(૨),૩૩૬(૩),૩૩૮,૩૪૦(૨),૬૧(૨),૩(૫) મુજબના ગુના કામેનો આરોપી દિગ્વિજય સુરેશભાઇ ગીડા રહે. સાળંગપુર તા.બરવાળા જી. બોટાદ વાળો ઉપરોકત ગુના કામે પોતાની ઘરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે આરોપીને પકડવા માટે સક્રિય હોય તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે આરોપી દિગ્વિજય સુરેશભાઇ ગીડા ઉ.વ.૨૨ રહે. સાળંગપુર તા.બરવાળા જી. બોટાદ વાળાને સારંગપુર મધ્યેથી હસ્તગત કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
:• પકડાયેલ આરોપી
દિગ્વિજય સુરેશભાઇ ગીડા ઉ.વ. ૨૨ રહે. સાળંગપુર તા.બરવાળા જી. બોટાદ