નગરપાલિકા ની સેનિટેશન શાખા દ્વારા ગંદકી કરવા બદલ વેપારીઓને દંડ કરવામાં આવ્યા


હાલે ભૂજ નગરપાલિકા ની સેનિટેશન શાખા દ્વારા મુખ્ય અધિકારીશ્રી તથા સેનિટેશન ચેરમેન શ્રી અનીલ છત્રાળા ના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારો માં જાહેર જે વેપારીઓ ગંદકી કરે છે તેવા ઈસમો ને ગંદકી કરવા બદલ અંદાજિત પર(બાવર) જેટલા વેપારીઓ/લારી/ગલ્લાઓ વાળા કુલ અંદાજિત રૂ| ૧૨૦૦૦/- જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ સદર કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા ચાલુ રહેશે. જેથી તમામ વેપારીઓ/લારી ગલ્લાઓ વાળા ને વિનંતી કરવામાં આવે છે કે જાહેર માં ગંદકી કરવાનું ટાળે તેમજ તમામ વેપારીઓ/લારી/ગલ્લાઓ વાળા ને પોતાના પાસે ડસ્ટબીન રાખવા અનુરોધ કરવામાં આવે છે. વધુ માં સદર દંડ ની કાર્યવાહી દરમ્યાન વારંવાર એકજ વેપારી/લારી/ગલ્લાઓ વાળા જાહેર માં ગંદકી કરતા માલુમ પડશે તો તેમની દુકાન સીલ કરવાની કામગીરી તેમજ લારી ગલ્લા જપ્તી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની સર્વે વેપારી/લારી ગલ્લાઓ વાળાઓ એ નોંધ લેવા વિનંતી છે.