ગારીયાધારનાં મોટા ચારોડીયા ગામની સગીરને લઇ જઇ છેલ્લા ૧૪ વર્ષથી નાસતા શંકુને મધ્યપ્રદેશથી પકડી પાડતી ભાવનગર પોલીસ

ભાવનગર : મધ્યપ્રદેશ ગયેલ ટીમમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જે.એચ.સિસોદીયા સા.તથા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ હિપાભાઇ મકવાણા તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ. યશપાલસિંહ હકુભા ગોહિલ તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ. શકિતસિંહ જયવંતસિંહ સરવૈયા તથા સિહોર પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ. અશોકસિંહ શકિતસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાં ડ્રા.પો.કોન્સ. જગદીશસિંહ ગોહિલ તથા ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનાં (એચ.ઓ.જી.) બ્રાંન્સના ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ કંડોલીયાની ટિમ બનાવી ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ગુ.ર.નં.૨૪/૨૦૦૫. કલમ વિ.મુ.ના કામનો શંકુ કેવલસિંહ ઉર્ફે નવલ કુકાભાઇ નલવાયા જા.આદિવાસી ઉ.વર્ષ.૪૫,.ધંધો મજુરી રહે-શિમળા ફળીયા સારસવાટ ગામ.તા-રાણાપર.જીલ્લો જાંબુઆ રાજય મધ્યપ્રદેર્શં વાળો સગીર વયની દીકરીને લગ્ન કરવાનાં ગુનામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતો ફરે છે આ શંકુના રહેવાનાં સરનામે તપાસ કરતાં જાણવાં મળેલ કે તે હાલ ઉપરોકત બતાવેલ વિસ્તારમાં રહે છે તે જગ્યાએ પહોંચી શંકુની સતત વોચ રાખી ઉપરોકત સરનામેથી ઝડપી પાડવામાં ભાવનગર પોલીસ ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં પો.કોન્સ. શકિતસિંહ જે સરવૈયા, ર્પો.કોન્સ. અશોકસિંહ એચ ગોહિલ, વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *