વાઘોડિયાના તવરા પાસે બોલેરોમાંથી રૂ.૯૨,000 નો શરાબ પકડાયો

વાઘોડિયા તાલુકા પીએસઆઇ રાઠોડને બાતમી મળી હતી કે, ખેરવાડીથી વાયા વાઘોડિયા થઇ વડોદરા શહેરમાં એક બોલેરો કારમાં ઇંગ્લિશ શરાબ વડોદરા શહેર તરફ જઇ રહ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે વાઘોડિયા પોલીસનો સ્ટાફ તાલુકાના તવરા ગામ પાસે વોચમાં ઉભો હતો. ત્યારે ઉપરોકત બાતમીમાં જણાવ્યા પ્રમાણેની નંબરવાળી બોલેરો કાર નં. જીજે ૦૬ એવી ૯૫૬૨ પુરપાટ આવતાં પોલીસે તેને અટકાવી બોલેરો કારની તપાસ કરી હતી. જે અંતર્ગત બોલેરોમાં છૂપાવેલો ઇંગ્લિશ શરાબનો ૨૪૦ બોટલ જેની કિંમત રૂ. ૯૨,૪૦૦ તતા બોલેરો કારની કિંમત રૂ.૩ લાખ તથા ૭ મળી કુલ રૂ.૪,૦૦,૪૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે સાથે ૨ ઇસમો પકડાઈ ગયા છે. જેમાં અક્ષય શંકરભાઇ રાઠવા રહે. ડુંગર ગામ ચણોઠીયા છોટાઉદેપુર તથા બીજો સંજય દિનેશ રાઠવા, રહે. નવાપુરા છોટાઉદેપુરનાઓની પોલીસે અટકાયત કરી વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *