ભુજમાં ચામડીના, પેટના વિવિધ રોગો તથા વૃદ્ધાવસ્થાના રોગો માટે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે
ભુજમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આયુર્વેદ તથા હોમિયોપેથી અને યોગ દ્વારા ભારત વિકાસ સપ્તાહની ઉજવણી બાબતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ચામડીના રોગો, પેટના વિવિધ રોગો-કબજિયાત તથા વૃદ્ધાવસ્થાના રોગો માટે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ૧૧ ઓક્ટોબર શનિવારના રોજ સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ દરમિયાન યોજાશે.
કેમ્પમાં ચામડીના અને પેટના વિવિધ રોગો-કબજિયાત માટે સારવાર સલાહ, સિનિયર સિટીઝનના રોગો માટે સારવાર સલાહ સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે. શરદી-ખાંસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા વાઈરસ તાવ સ્વાઈન ફ્લૂ, કોવિડ, ડેન્ગ્યુ જેવા રોગ માટે રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવશે, તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.