Skip to content
જામજોધપુર પોલીસે બે સ્થળે જુગારની રેડ પાડતા જુગાર રમતી 4 મહિલા સહિત 11 શંકુને રોકડ રૂ.12,250 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર જામજોધપુર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે પાંચીયાળી વાડી વિસ્તારમાં કેટલાક શંકુનીઓ જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા રમેશ મગન ખાંટ, વંભ ભુરા કાલરીયા, રાજેશ મોહન સગર, ગની ઉર્ફે રાબડીયા રમેશ પરસોતમ, કાંતી ગોવિંદ વિરમગામાને રોકડા રૂ.10,340ની મત્તા સાથે પકડી લીધા હતા. જયારે બીજી રેડમાં શહેરના પીપળેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેરમાં જુગાર રમતી જશુ અલ્પેશ ગૌસ્વામી, કાંતા દયાગર, રસીલા જેન્તીગીર, સીમા જગદીશ મેઘનાથી તથા કમલેશ બારીયાને રોકડા રૂ.1,910 સાથે પકડી પાડી તજવીજ કરી હતી.