આડેસર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ આડેસર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે સંજય વિશનભાઈ લોદરીયા (મહારાજ) ૨હે. પદમપર તા.રાપર વાળાએ પદમપર ગામથી કિડીયાનગર રસ્તા પાસે આવેલ પોતાના કબ્જા બોગવટાનાં વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જેથી એલ.સી.બી. ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ જગ્યાએ રેઈડ કરી નીચે જણાવ્યા મુજબનો પ્રોહી. મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આડેસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) સંજય વિશનભાઈ લોદરીયા (મહારાજ) રહે. બ્રાહ્મણવાસ,પદમપ૨ તા.રાપર
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
- ૫૦૦ એમ.એલ.ના બીયર ટીન નંગ-૧૨૪૪ કિ.રૂ. ૨,૭૩,૬૮૦/-
દાખલ થયેલ ગુનાની વિગત
આડેસર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૩૧૯/૨૫ પ્રોહી.૬.૬૫એ, ઈ, ૧૧૬બી
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.