ભુજના ધાણેટીની કંપનીમાં લોડરનાં પૈડાંમાં આવી જતાં ચાર વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

copy image

ભુજના ધાણેટીની કંપનીમાં લોડરનાં પૈડાંમાં આવી જતાં ચાર વર્ષીય માસૂમ બાળકનું મોત થઈ ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અને વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  ધાણેટીમાં આવેલી દુર્ગા માઈક્રોન્સમાં મૂળ રાજસ્થાનના હતભાગી બાળકના પિતા કામ કરી રહ્યા હતા તે સમયે લોડરના ચાલકે તેને રેવર્સમાં લેતી વખતે પાછળ રમતું આ બાળક આ તોતિંગ વાહનના પૈડાં નીચે આવી જતાં માસૂમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.