Skip to content
મુંદરા : દારૂના ગુનામાં તડીપાર કરેલ ઈસમ પાછો આવતા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હિરજી ઉર્ફે હિરો મુળજી મહેશ્વરી ઉ.વ.૪ર રહે. મહેશનગર મુંદરાને મુંદરા સબ ડિવીઝન મેજી સ્ટ્રેટે ૯-પ-૧૯થી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાંથી તડીપાર કર્યો હતો. જે પોતાની મુદત પૂર્ણ કર્યા વગર પરત આવતા મુંદરા પોલીસે શક્તિનગર પાસેથી પકડી પાડી તેના સામે એસડીએમના હુકમના ભંગ બદલ જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી સલાખો પાછળ ધકેલી દીધો હતો.