માંડવીના સોલાર કંપનીમાં ફોર્કલિફ્ટ મશીનના ઓપરેટરની બેદરકારીના કારણે યુવાનએ જીવ ખોયો

copy image

copy image

    માંડવીના સોલાર કંપનીમાં ફોર્કલિફ્ટ મશીનના ઓપરેટરની બેદરકારીના કારણે એક યુવાનનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારના અરસામાં બેરાજામાં સીએમઇએલ સોલારમાં ફોર્કલિફ્ટ મશીનથી કન્ટેનરમાં ભારે માલ ઠાલવવા દરમ્યાન ભાવેશ નામનો યુવાન કન્ટેનરમાં ઊભો હતો. તે સમયે મશીન ઓપરેટરની બેદરકારીના કારણે  બૂમ છટકતાં ભારે માલ આ યુવાન ઉપર પડવાના કારણે ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.