મોરબી જિલ્લા પોલીસવડા સો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમના રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે મોરબી વાવડી રોડ મિલનપાર્કમાં ભારત અને ઓસ્ટ્રેલીયાની મેચ પર મોબાઈલ ફોનમાં ક્રિકેટ લાઇન ગુરૂ એપ્લીલેશન પર જીવંત પ્રસારણ નિહાળી ક્રિકેટ સટ્ટો રમતા ઈસમ જયેન્દ્રસિંહ ઉર્ફે જયપાલ બાબુભા જાડેજા રહે વાવડી રોડ કારીઆ સોસાયટીને પકડી પાડીને 4 મોબાઈલ કિંમત રૂ. 35,000, 14,500 નો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે સટ્ટો રમવા માટે પોતાનું મકાન આપનાર ઈસમ મનીષ બાબુભાઇ મિયાત્રા હાજર નહીં મળતા તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી ચલાવી છે.