ગાંધીધામમાં જુગાર રમતા પાંચ શંકુનીઓ પોલીસના પિંજરે

ગાંધીધામ શહેરના ગણેશનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચ શંકુને પોલીસે પકડી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સાંજના અરસામાં જુગાર રમતા ભીમજી રતન દનિચા, જીવા ડાહ્યા ઝાલા (મહેશ્વરી), મોહન પચાણ મહેશ્વરી, પ્રકાશ કાનજી માતંગ, કાનજી નાથા મહેશ્વરી રહે. બધા ગાંધીધામને ગાંધીધામ બી ડિવીઝન પોલીસે દરોડો પાડી રોકડા રૂપિયા ૧૦,૮૬૦ તથા ચાર મોબાઈલ સહિત ૩પ,૩૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધાનું પીએસઓ હિતેન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *