“કચ્છ જિલ્લામા મનરેગા યોજનાના લોકપાલ તરીકેશ્રી રાજેન્દ્રસિંહ જે. રાઠોડની નિમણુંક કરવામાં આવી”

ભારત સરકારશ્રીની મનરેગા યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોચે ત્યારે લોકોને/શ્રમિકોને જો કોઈ ફરિયાદ હોય તો
તેના માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કચ્છ જીલ્લામાં મનરેગા યોજના અંતર્ગત લોકપાલની નિમણુંક કરવામાં આવી છે. લોકપાલશ્રી
તા.૨૨/૦૯/૨૦૨૫ થી હાજર થયેલ છે. જેમનો કાર્યક્ષેત્ર મનરેગા યોજનાના શ્રમિકોની ફરિયાદો સાંભળવી તથા ફરિયાદોનો નિકાલ કરવાનો
છે. શ્રમિકો/લોકો તેઓની ફરિયાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી શકે છે.લોકપાલશ્રી ઓફીસ પર હાજર
ન હોય તે સમય દરમિયાન ફરિયાદ પેટી ઓફીસના દરવાજા પાસે લગાવેલ છે તેનો ઉપયોગ કરી શકાશે.

ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ રોજગારી કરવી,જોબ કાર્ડ ઇસ્યુ કરવા,કામગીરીની માંગ,વેતનની
ચુકવણી,કામની ગુણવત્તા,કાર્યસ્થળની સુવિધા તેમજ કોઈ દુર વ્યવહાર વગેરે સંબંધિત ફરિયાદ/રજૂઆત લેખિતમાં કરી શકાશે.ગ્રામ્ય
વિસ્તારના લાભાર્થીઓને રોજગારી મળે,ન્યાય મળે અને સંતોષ મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.