આદિપુરના ટીસીપીસી મેદાનમાં સવારના અરસામાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા 8 શખ્સોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જે બધા શખ્સો પાસેથી 7 મોબાઈલ, રોકડ વગેરે મળી રૂપિયા 12,000 નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આદિપુર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સવારના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. તેવામાં બાતમીના આધારે શહેરના ટીસીપીસી મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં શખ્સ કિશન મનજી મહારાજ,અશોક બાલચંદ દુબે, પ્રેમજી મઉર્ફે રતન તેજા મહેશ્વરી, હરેશ જખુ મારવાડા, સત્ય વાસુમલ ચંદનાણી, જીતુ મોહન વાલ્મીકી, રાજુ ઉર્ફે મદન વિરા ગઉરી તથા લક્ષ્મણ રાણા આહીર જેઓ બધા જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા હતા. પરિણામે પોલીસે આઠેય શખ્સોની અટકાયત કરી લીધી હતી અને તેઓ પાસેથી રોકડ રૂપિયા 10,200 તથા 7 મોબાઈલ ફોન વગેરે મળી રૂપિયા 12,500 નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. જે બાબતે આઠેય શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.