“પશ્ચિમ કચ્છ જિલ્લામાં મોટર સાયકલ તથા બેટરી ચોરીને અંજામ આપતી ગેંગને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આયનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ

જે સુચના અનુસંધાને લોકલ કાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠાળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, અનિરૂધ્ધસિંહ રાઠોડ, કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઈનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગોવિંદ પરબતભાઈ સંઘાર તેમજ મીતેષ વસંતલાલ ચાવડા રહે. બંને નાના આસંબીયા તા.માંડવી વાળાઓ પોતાના કબ્જામાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ મોટર સાયકલ વિનેશ ફાર્મની સામે આવેલ બાવળોની ઝાડીમાં આવેલ એક ડેલામાં સંતાડી રાખેલ છે. અને હાલે તેઓ મોટર સાયકલો તે વૈચવાની ફીરાકમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો હાજર મળી આવેલ તેમના કબ્જામાંથી મોટર સાયકલ નંગ-૦૩ તથા મોપેડ -૦૧ મળી આવેલ જેના કોઈ આધાર-પુરાવા કે રજીસ્ટ્રર કાગળો નહી હોવાનું જણાવેલ. જેથી મજકુર ઇસમોની પુછપરછ કરતાં જણાવેલ કે, આ મોટર સાયકલો તથા મોપેડ અમોએ અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ છે. જે નીચેની વિગતે કબુલાત આપેલ છે.

(૧) આજથી આશરે આઠેક મહીના પહેલા નાના આસંબીયા ગામેથી એક હીરો કંપનીની કાળા કલરની સ્પેલન્ડર પ્લસ મો.સા. ચોરી કરેલ જે બાબતે કોડાય પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરતા એ પાર્ટ ગુ.ર.નં. ૩૯/૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ તથા (૨) આજથી આશરે સાડા સાતેક મહીના પહેલા ભુજ મધ્યેથી બજાર માંથી એક સફેદ કલરની હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ ચોરી કરેલ જે બાબતે ભુજ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરતા એ પાર્ટ ગુ.ર.નં. ૧૮૯/૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ. તથા (૩) આજથી આશરે એક મહીના પહેલા નખત્રાણા તાલુકાના સાયરા ગામ મધ્યે યોજાતા યક્ષના મેળા માંથી એક લાલ તથા બ્લુ કલરની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ તથા (૪) આજથી આશરે ત્રણેક મહીના પહેલા મો.સા. દહીસરા ગામે દાતણીયા વાસ પાસેથી ચોરી કરેલ.

2

1 તેમજ અહીં ડેલામાં જડતી તપાસ કરતા ડેલા માંથી ત્રણ બેટરી મળી આવેલ જે બેટરી બાબતે મજકુર ઇસમોને પુછ-પરછ કરતા જણાવેલ કે, નારણપર કેરા રોડ પરથી ટ્રક અને છોટા હાથી માંથી કાઢેલ હોવાની હકીકત જણાવેલ તેમજ મજકુર ઇસમોને આ સિવાય અન્ય કોઇ ચોરી કરેલ છે કે કેમ તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, (૧) આજથી આશરે અઢી મહીના પહેલા ભુજ મધ્યે ઉમાનગર પાસેથી એક સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ ચોરી કરેલ જે મોપેડ મેં નિકેષ મહેશભાઈ કોલી રહે. ભારાપર તા. માંડવી વાળાને આપેલ. તેમજ (૨) આજથી આશરે બે મહીના પહેલા માંડવી ટોપણસર તળાવના ઓગન પાસેથી હીરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મો.સા. ચોરી કરેલ જે મો.સા. મે ગોધરા ગામે રહેતા સંજય ખમુભાઇ કોલીને આપેલ. તેમજ (3) આજથી આશરે દોઢેક મહીના પહેલા મોટાપીર ચોકડી, ભુજ પાસેથી કાળા કલરની હીરો કંપનીની સ્પેલન્ડર પ્લર

ચોરી કરેલ જે મો.સા. મે ગોધરા ગામે રહેતા નિતેષ રમજુભાઈ કોલીને આપેલ છે. જે બાબતે ઉપરોક્ત જણાવેલ ઇસમોની તપાસ કરતા તેઓના પાસેથી (૧) સુઝુકી કંપનીની મેટ બ્લેક કલરની એક્સેસ મોપેડ હોય જેના એન્જીન નંબર જોતા AF266060844 તથા ચેચીસ નંબર જોતા MBSENITACS8195103 વાળી ચોરી થયેલ હોય જે બાબતે ભુજ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૮૯૨/૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ છે. તેમજ (૨) મંજય ખમુભાઇ કોલી રહે. ભુકંપનગરી, ગોધરા તા.માંડવી વાળાના કબ્જામાં રહેલ હીરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મો.સા. ગોવીંદ તથા મિતેષ નાઓએ વૈચાણ કરેલ બાદ નિતેશ રમજુભાઈ કોલી ઉ.વ. ૨૩ રહે. ભુકંપનગરી, ગોધરા તા. માંડવી વાળાના કબ્જામાં રહેલ મો.સા. હીરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મળી આવેલ. જેથી, મજકુર ઇસમોના કબ્જા માંથી મળી આવેલ મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ શક પડતી મીલકત તરીકે કબ્જે કરેલ તેમજ મજકુર હાજર મળી આવેલ પાંચેય ઇસમોને ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સાર…