પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે દાતાઓ દ્વારા ૪૨ કિલો થી ઓછુ વજન ધરાવતી અતિ જોખમી સગર્ભા બહેનોને ૨૨પોષણ કિટોનું વિતરણ કરાયું

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સાહેબના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મિતેષ ભંડેરી સાહેબના
માર્ગદર્સન હેઠળ ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રોહિત ભીલના પ્રયાસોથી ભુજ તાલુકા આરોગ્યતંત્ર દ્વારા કરવામાં
આવેલ પહેલના ભાગરૂપે ૨૨ સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું. આ પોષણ કીટ માધાપર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અતિ જોખમી સગર્ભા જેનું વજન 42 કિલોથી ઓછું વજન ધરાવતી બહેનોને દાતાઓના હસ્તે
પોષણ કિટોનું વિતરણ કરવામાં આવ્યું. ન્યુટ્રીશન કીટમાં એક કિલો મગ, એક કિલો મગની દાળ, બે કિલો ચણા, એક કિલો
તુવેરદાળ, એક કિલો સિંગદાણા, એક કિલો ગોળ, પાંચસો ગ્રામ ખજૂર, એક કિલો તેલ, એક કિલો સુદ્ધ ઘી આપવામાં
આવેલ..રાજ્ય સરકારના તંદુરસ્ત માતા તંદુરસ્ત બહારના સંકલ્પને ચરીતાર્થ કરવા દાતાઓનું સહયોગ સાંપડ્યો છે.
સૌપ્રથમ આયુષ એમો ડૉ પ્રતિમાબેન દ્વારા કાર્યકર્મ ની રૂપરેખા સમજાવવા આવી ત્યાર બાદ આવેલ મહાનુભાવોનું
પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ રોહિત ભીલએ પોષણ કીટનું મહત્વ સમજવવામા આવ્યું.
સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી . લાભ મેળવવનાર સગર્ભા માતાઓ એ જણાવ્યું કે, “આ પોષણ કીટ
દ્વારા અમને સ્વાસ્થ્ય સબંધિત લાભ મળી રહશે તથા આ પોષણ કીટ અમને આપવા બદલ અમે આભાર વ્યક્ત કરીએ છે.” આ
સગર્ભા બહેનોને ન્યુટ્રીશન અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ગર્ભાવસ્થા દરમિયાન શું કાળજી લેવી,
સંસ્થાકીય પ્રસુતિ, બાળકના જન્મ બાદ તેના આરોગ્ય માટે માતા દ્વારા સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી
હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતિ પારૂલબેન કારા, માધાપર નવાવાસ સરપંચશ્રી વાલજીભાઇ આહિર,
દાતાશ્રી અનુપભાઈ કોટક, સહદાતા ભાવેશ ભાઈ, ટી.એચ.વી ગંગાબેન,પ્રા.આ. કેન્દ્ર માધાપર મેડિકલ ઓફિસર ડૉ. શૈલી
મેડમ, આયુષ એમો ડો પ્રતિમા બેન ભાનુશાલી, એચ.વી પ્રેમિલાબેન, એફએચડબલ્યુ જીગ્ના બેન, હિના બેન, મંદાકિની બેન,
હાજર હતા. દાતાશ્રી દ્વારા કુલ ૨૨ કીટોનું અનુદાન આપવામાં આવેલ તેમજ સગર્ભા માતાઓને કઠોળની ભેલનો પોષ્ટિક
નાસ્તો પી.એચ.સી તરફ થી આપવામાં આવેલ. સમગ્ર કાર્યકર્મને સફળ બનાવવા પ્રા..આ. કેન્દ્ર માધાપરના તમામ સ્ટાફએ
જહેમત ઉઠાવી હતી.