સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, રાજકોટનાસંયુક્ત ઉપક્રમે.

અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૪/૧૦/૨૦૨૫ મંગળવાર ના રોજ ધનતેરસ
તથા ધનવંતરિ જયંતી ના શુભ અવસરે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર
સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે
૮:૩૦ થી ૧૨:૩૦ પીવડાવવામાં આવશે તથા “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા
બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને તથા કિશોરીઓ ને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા
હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. તથા ઔષધ આપવામાં આવશે.

  • સુવર્ણપ્રાશનના ફાયદાઓ
    સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવા વાળું છે. તે આયુષ આપવા વાળુ, કલ્યાણકારક, પુણ્યકારક,
    વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે.
    સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું)
    બને છે. અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે.