Skip to content
ઉમરાળા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એચ.આર.પઢીયાર તથા સ્ટાફનાં ભરતસિંહ વેગડ, હિતેશગીરી ગૌસ્વામી, દિલીપભાઇ ખાચર, યુવરાજસિંહ ગોહિલ, જગતસિંહ ગોહિલ, હરિચંદ્રસિંહ ગોહિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ઉમરાળા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા-ફરતો ઈસમ રંધોળા ચોકડી નજીક આવવાનો હોવાની માહિતી અનુસંધાને ઈસમની વોચમાં રહેતાં ઉમરાળા પોલીસ સ્ટેશનનાં ગુન્હાનાં કામે છેલ્લાં ઓગણીસ વર્ષથી નાસતો ફરતો ઈસમ મુકેશ અમરશીભાઇ કેવડીયા (ઉ.વ.૪૦) ને પકડી પાડી ઉમરાળા પોલીસ સ્ટેશન લવાયો હતો.