ભુજ શહેરના નાના બસ સ્ટેશન નજીક પાણીના ટાંકા પાસે વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી પોલીસે શહેરના પાણીના ટાંકા તરીકે ઓળખાતા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જેમાં વરલી મટકનો જુગાર રમાડી રહેલ રફીક મામદહુશેન મેમણને પકડી પાડ્યો હતો. દરોડા દરમ્યાન રોકડ રૂ.370 તથા આંકડા લખવાનું સાહિત્ય તથા ફોન નંગ એક, કિંમત રૂ. 1,000 સહિત કુલ રૂ.1,370 નો મુદામાલ જપ્ત કરી ઈસમ વિરુધ્ધ સરકાર તરફે એ.એસ.આઈ દિનેશ ભટ્ટીએ જુગારધારાની કલામ તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.