નખત્રાણા તાલુકાના વિગોડી ગામે થયેલ ખુનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પાડતી નખત્રાણા પોલીસ

મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પો.સ્ટે.માં દાખલ થયેલ પાર્ટ-એ. ગુ.ર.નં.૧૦૪૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ખુનના ગુનાનો આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોઈ,

ગઇ તા.૧૩/૧૦/૨૦૨૫ના રોજ નખત્રાણા તાલુકાના વિગોડી ગામે રહેતા ફકીરમામદ આમદ નોડે પોતાના રહેણાંક મકાનના આંગણામાં રાત્રિના સુતા હતા તે દરમ્યાન તેમનો દીકરો નામે અભુભખર ફકીરમામદ નોડે રહે.વિગોડી તા.નખત્રાણા વાળો રાત્રિના ભાગે પથ્થરથી મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી તેઓનું સ્થળ પર મોત નિપજાવી નાસી ગયેલ હોઇ.

જે અનુસંધાને આરોપીને પકડી પાડવા માટે પો. ઇન્સ. શ્રી એ. એમ. મકવાણા સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના આધારે નખત્રાણા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને હ્યુમન સોર્સના આધારે ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત ગુનાના આરોપી અભુભખર ફકીરમામદ નોડે રહે.વિગોડી તા.નખત્રાણા વાળો હાલે મોટા અંગિયા ટોલ પ્લાજા પાસે રોડ પર ઉભો છે જે અનુસંધાને સદર જગ્યાએ આવી વર્કઆઉટ કરી સદર આરોપીને પકડી પાડી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે કબુલાત આપેલ કે, “ પોતાના પિતાજી વારંવાર કમાવવા બાબતે ઠપકો આપતા હોઇ જે બાબતનું મનદુ:ખ રાખી પોતાના પિતાનું ખુન(મર્ડર) કરેલ હોવાની કબુલાત આપેલ હોઇ જેથી નીચે મુજબના નામ-ઠામ વાળા ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-

અભુભખર ફકીરમામદ નોડે ઉ.વ.૪૦ રહે.વિગોડી તા.નખત્રાણા

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા એ.એસ.આઇ જયંતીભાઈ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. મોહનભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ. મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા વિપુલકુમાર ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ