ભુજ શહેર એ.ડિવીઝન પો.સ્ટેશન વિસ્તારમા ગુન્હા આચરનાર ઇસમોના ગેર-કાયદેસર વીજજોડાણ વિરુધ્ધ કોમ્બિંગનુ આયોજન કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ


માન.શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુધ્ધ કડકમા કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ-કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ,તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન આધારે ભુજ શહેર એ.ડીવીઝન પો.સ્ટેશન વિસ્તારમા શરીર સબંધિત તથા મિલકત સબંધિત ગુનાઓ તેમજ પ્રોહી-જુગારની ગેર-કાયદેસર પ્રવૃતિ આચરતા અસામાજીક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય,
જે અન્વયે ભુજ શહેર એ.ડીવીઝન પો.સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમા શરીર સંબધી /પ્રોહિબીશન ના આરોપીઓને ચેક કરવા ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ બનાવેલ તથા પી.જી.વી.સી.એલના અધિકારી/કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ હોય તેવા ઇસમોના વિજ કનેકશન કાપી નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ.ના સ્ટાફના માણસોએ જોડાઇને સફળ કામગીરી કરેલ.