પાલેજ – નારેશ્વર રસ્તા પર સારી ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, શખ્સો ફરાર

પાલેજ–નારેશ્વર રસ્તા ઉપર આવેલા સારીંગ ગામ નજીકથી કરજણ પોલીસે સોળ લાખ રૂપિયા ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસ મોટો જંગી જથ્થો પકડી પાડ્યો હતો. જ્યારે શખ્સો અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી પલાયન થઇ જવામાં સફળ રહ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત રાત્રિના અરસામાં કરજણ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફના વલણ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે એક આઇશર ટેમ્પો નંબર એમએચ  ૦૪  જીઆર  ૮૧૦૨ માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આઇશર ટેમ્પો પાલેજ–નારેશ્વર રસ્તા તરફ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સારીંગ ગામની સીમમાં આવેલા ભૂખી નાળા ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતા. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને પોલીસે રોકવાની કોશિશ કરતાં ટેમ્પો ચાલકે સારીંગ ગામ તરફ ટેમ્પો ભગાડી સારીંગ ગામની નવીનગરી નજીક કાચા રસ્તા તરફ વળી જઇ ટેમ્પો મૂકી અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ચાલક પલાયન થઈ ગયો હતો. પોલીસે ટેમ્પોની સઘન તલાશી લેતા ટેમ્પોમાંથી કુલ નાની મોટી બોટલ નંગ ૪૨૨૪ કિંમત રૂ.૧૬,૮૯,૬૦૦ તથા ફેસલ ટેમ્પો કિંમત રૂ.દસ લાખ ગણી કુલ રૂ.૨૬,૯૦,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પલાયન થઈ જનાર શખ્સ વિરૂધ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં નશાબંધી સુધારા વટહુકમની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *