શિણાય ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

copy image

ગાંધીધામના શિણાય ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો ગોઝારો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 18/10ના સાંજના સમયે યશ મહેશ ચારણ નામનો બાળક શિણાય ગામ નજીક તળાવમાં ન્હાવા ગયેલ હતો જ્યાં અચાનક ડૂબી જવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે સમસ્ત વિસ્તારમાં દુખનો માહોલ છવાયો હતો.