કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે
પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિવાળી નિમિત્તે રાજકોટ અને પોરબંદર જિલ્લાના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
શ્રી માંડવિયા બપોરે ૦૧ વાગ્યા થી ૩ વાગ્યા સુધી ઉપલેટા, રાજકોટ ખાતે તેમના સાંસદ કાર્યાલય ગોરસ ખાતે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ત્યારબાદ પોરબંદર ખાતે આવેલ ડૉ. વી.આર. ગોઢાણિયા કોલેજ ખાતે સાંજે ૦૬ વાગ્યા થી રાત્રે ૦૯ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી પોરબંદર આયોજિત સ્નેહ સંમેલનમાં હાજરી આપશે.