રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનીજનું ખનન કરતા જે.સી.બી. મશીન પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ
જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા સુરજભાઇ વેગડાનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “વાંઢ ગામની નદીમાંથી જે.સી.બી. મશીનથી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે રોયલ્ટી વગર ખોદકામ થઇ રહેલ છે.” જે હકીકત આધારે વર્કઆઉટ કરતા વાંઢ ગામની નદીમાં જે.સી.બી. મશીન પડેલ હોય જેના ડ્રાઇવરનું નામ પુછતા દેવચંદ મુળજીભાઇ સંગાર ઉ.વ.૨૬ રહે. વાંઢ તા. માંડવીવાળો હોય અને સદર જે.સી.બી. મશીનથી રેતી ખનીજનું ખોદકામ કરી રેતીના ટ્રેકટરોને આધાર પુરાવા વગર ભરી આપતા હોવાનું જણાવેલ જેથી સદર જે.સી.બી. મશીન જેના રજી.નં. જી.જે.-૩૯-૧૬૪૩ વાળાને ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.