હનીટ્રેપમાં ફસાવી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવવાના બનાવમાં નાસતા ફરતા મહિલા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પકંજભાઈ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, રણજીતસિંહ જાડેજા, સુનીલભાઇ પરમાર, જયદેવસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણી તથા ડ્રા.અશ્વિનભાઇ ગઢવીનાઓ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૮૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૨૦૪,૧૧૫,૧૧૭, ૩૦૮(૫),૩૦૮(૬). ૬૧(૨), ૨૯૬(બી). ૩૫૧(૩) તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી) (એ) મુજબના ગુના કામેના નાસતા ફરતા મહીલા આરોપી નિતાબેન નાથાલાલ પટેલ રહે. હનુમાન મંદીર પાસે આશાપુરા નગર, એરપોર્ટ રોડ, ભુજ વાળી ઉપરોકત ગુના કામે પોતાની ઘરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય જે મહિલા આરોપીને પકડવા માટે સક્રિય હોય તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે મહિલા આરોપી નિતાબેન નાથાલાલ પટેલ રહે. હનુમાન મંદીર પાસે આશાપુરા નગર, એરપોર્ટ રોડ, ભુજ વાળી સામખીયાળી બસ સ્ટેશન પાસેથી મળી આવતા હસ્તગત કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
નિતાબેન નાથાલાલ પટેલ ઉ.વ.૪૪ રહે. હનુમાન મંદીર પાસે, આશાપુરાનગર, એરપોર્ટ રોડ, ભુજ