કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે જીપશમનું ઓવરલોડ વહન કરતા એક આઇવા ડમ્પરને સીઝ કરાયા

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પુનડી ગામના પાટીયા પાસે માંડવી રોડ પર એક ડમ્પર જેના રજી નં. GJ 12 BY 5737 વાળુ આવતા તેને ઉભુ રખાવી વાહન ચાલક ખીમજી વેલાભાઇ રબારી રહે. માધાપર તા.ભુજ વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ ચેક કરતા ડમ્પરમાં જીપશમ(ખનીજ) રોયલ્ટી કરતા આશરે ૧૫ ટન ઓવરલોડ વજન ભરેલ હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ડમ્પર ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.