અંજારમાં મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ રામદેવ મેટલ યાર્ડ તેમજ શીવ મેટલ યાર્ડમાં થયેલ સ્ક્રેપની ધરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઈ અત્રેના પો.સ્ટે વિસ્તારમાં અંજારમાં મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ રામદેવ ભંગાર સ્કેપ યાર્ડ તથા શીવ મેટલ ભંગાર સ્ક્રેપ યાર્ડમાં અલગ અલગ યાર્ડમાં ભંગારની ચોરી થયેલ હોવાની ફરીયાદ દાખલ થયેલ હોઈ
જે અનવ્યે શ્રી એ.આર.ગોહિલ પોલીસ ઇન્સપેકટર નાઓએ અંજારનાઓએ ટુક સમયેમાં આજુબાજુમાં બનેલ બે ભંગાર સ્કેપ યાર્ડમાં ધરફોડ ચોરીનો ગુનો બનવા પામેલ હોઇ જે ગુન્હાની ગંભીરતા સમજી આ ગુન્હાઓને તાત્કાલીક શોધી કાઢવા પોતે જાતે ૨સ દાખવી અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સદર ગુન્હાને શોધવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો અંજાર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન હ્યુમનસોર્સથી બાતમી હકીકત મળેલ કે, રામદેવ મેટલ યાર્ડ તથા શીવ મેટલ યાર્ડમાં થયેલ સ્કેપ ચોરીના આરોપીઓ ચોરીનો મુદામાલ સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડીમાં રાખી માલારા મહાદેવ મંદીર વાળા રસ્તે બાવળની ઝાડીમાં ભંગાર સગેવગે કરતા હોય જે હકિકત આધારે બે ઇસમોને પકડી પાડી અને મજકુર ઇસમ પાસે આવી તેઓની સ્વીફટ ફોરવ્હીલ ગાડી ચેક કરતા તેમા અલગ અલગ સ્પેર પાર્ટનો તથા એલ્યુમીનીયમનો ભંગાર ભરેલ મળી આવેલ જે ભંગાર બાબતે મજકરુ ઇસમો પાસે આધાર પુરાવા માંગતા તેઓએ અલ્લા ગલ્લા કરવા લાગેલ જેથી બન્ને આરોપી નાઓને ઉંડાણપુર્વક યુકતિ-પ્રયુકૃતિથી પુછપરછ કરતા સદર ભંગાર તેઓએ મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ રામદેવ ભંગાર સ્કેપ યાર્ડ તથા શીવ મેટલ ભંગાર સ્કેપ યાર્ડ માંથી તેઓએ તથા ભરત ઉર્ફે અઠો ભગાજી માજીરાણા રહે.ગાંધીધામ વાળાઓએ સાથે મળી રાત્રી દબમ્યાન ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોઈ જેથી મજકુર બકો આરોપીઓના કબ્જા માંથી મળી આવેલ મુદામાલ કબ્જે કરી તેમજ સહ આરોપી ભરત ઉર્ફે અઠો ભગાજી માજીરાણા રહે.ગાંધીધામ વાળોઓને પણ પકડી પાડી મજકુર આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
શોધી કાઢેલ ગુનોઓની વિગત નીચે મુજબ છે :-
(૧) ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૩૨૬/૨૫ બી.એન.એસ.કલમ ૩૦૫(એ) ૩૩૧(૪)
પકડાયેલ આરોપી :-
(૧) કુંદનસિંગ કુશવાસિંગ સિસોદીયા (૨ાજપુત) ઉ.વ.૪૨ ૨હે.હાલે મ.નં.૨૬૨ અંબિકાનગર-૦૧ વરસામેડી સીમ તા.અંજાર મુળ રહે.ઈટવા ટુમણી જી.બેગુસરાય બિહાર
(૨) મુકેશ ભાવેશભાઈ ઝીઝુવાડીયા(દેવીપુજક) ઉ.વ.૨૮ ૨હે.મ.નં.૨૪૯ શાંતીધામ-૦૫ વરસામેડીસીમ તા.અંજાર મુળ રહે.બાસ્પા તા.રાધનપુર જી.પાટણ
(3) ભરત ઉર્ફે અઠો ભગાજી માજીરાણા ઉ.વ.૨૬ રહે.મેલડીમાતાના મંદીર પાસે ચાવલા ચોક ગાંધીધામ કચ્છ
પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ :-
- ડુંદનસિંગ કુશવાસિંગ સિસોદીયા
(૧) અંજાર પો.સ્ટે ફસ્ટ પાર્ટ ગુ.૨.નં.૨૫૪/૨૦૧૯ ઈ.પી.કો કલમ-૩૭૯(એ)(૩) ૪૧૧ ૧૧૪
(૨) ગાંધીધામ બી.ડીવીજન પો.સ્ટે ગુર.નં.૧૭૬/૧૯ ઈ.પી.કો કલમ-૩૭૯(એ)(3) ૪૧૩ ૧૧૪
(3) ગાંધીધામ એડીવીજન પો.સ્ટે ગુ.ર.નં..૨.નં.૧૫૮/૧૬ ઈ.પી.કો કલમ-૩૯૨ ૧૧૪
(૪) રા૫ર પો.સ્ટે ગુ.૨.નં.૫૩/૨૦૨૯ ઈ.પી.કો કલમ-૩૭૯ ૪૧૩ ૧૧૪
(૫) મુન્દ્રા પો.સ્ટે ગુ.૨.નં.૩૮૮/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૮૦ ૪૫૭ ૪૧૧
(૬) મુન્દ્રા પો.સ્ટે ગુ.૨.નં.૯૪૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૮૦ ૩૫૪ ૪૫૭ ૪૧૧
- ભરત ઉર્ફે અઠો ભગાજી માજીરાણા
(૧) ગાંધીધામ એ-ડીવીજન પો.સ્ટે ગુ.૨.નં.૧૬૯૮/૨૧ ઈ.પી.કો કલમ-૩૯૩ ૩૨૩ ૨૯૪(ખ) ४२७११४