આદિપુરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી છ શખ્સોએ ચાર જણ પર કર્યો ધોકા અને પાઈપ વડે હુમલો
copy image

આદિપુર શહેરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી છ શખ્સોએ ચાર વ્યક્તિ પર હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મારામારીના બનાવ અંગે મેઘપર બોરીચીમાં રહેતા પવનભાઈ રામતેજ ચૌહાણે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર છ માસ અગાઉ જમીનના ઝઘડા મામલે કરવામાં આવેલ ફરિયાદનું મનદુ:ખ રાખીને આરોપીઓએ ધોકા અને પાઈપ વડે હુમલો કરતાં ફરિયાદીને માથાના ભાગે ઈજા પહોંચી હતી ઉપરાંત ફરિયાદીના પુત્ર આનંદ તેમજ ફરિયાદીના સાળી સંતોષીબેન અને તેમના પુત્ર રાજને પણ માર મારી ઘાયલ કરી દીધા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.