હળવદ તાલુકાના ચરાડવા ગામે જુગાર રમતા ત્રણ શખ્સોને હળવદ પોલીસે ૨ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો ત્રણ શખ્સો નાશી ગયા હોવાથીં તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ ચલાવી છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્યાં જુગાર રમતા ભરતભાઈ ચતુરભાઈ સોલંકી, સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા અને મહેશભાઈ લાલજીભાઈ સોલંકીને રોકડ રકમ ૧૧,૫૦૦, મોબાઈલ કીમત રૂ.૬૦૦૦ અને મહિન્દ્ર કંપનીની ગાડી જીજે ૩૬ ટી ૫૩૧૯ કીમત રૂ. ૨,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૨,૧૭,૫૦૦ સાથે ઝડપી પાડ્યા હતા તો હરગોવિંદભાઈ દલાભાઈ સોલંકી, પ્રેમજીભાઈ જીવાભાઈ સોલંકી અને અજીતભાઈ વિરુભાઈ રાજપૂત નાશી ગયા હોવાથી તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.