ગાંધીધામ સ્પેશિયલ ડ્રાઈ અંતર્ગત પેટ્રોલીંગ કરી રહેલી લાકડીયા પોલીસે ભચાઉ તાલુકાનાં ખરાવડ ગામમાંથી બાઇક ઉપર ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની હેરફેર કરી રહેલા ઇસમને રૂ.1,400 ની કિંમતની ચાર બોટલ સાથે ઝડપી લીધો હતો, એક ફરાર રહ્યો હતો, તો જુના કટારિયા ત્રણ રસ્તા નજીક પોતાની ભેઠમાં દારૂની બોટલ રાખીને જઇ રહેલા ઇસમને પોલીસે ઝડપી પાડી તેના જ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, લાકડિયા પોલીસ સ્ટેશનની ટિમ જુદી જુદી જગ્યાએ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન ખરાવડ ગામમાં બાઇક પર જઇ રહેલા ખરાવડના રસુલ ગુલમામદ ગગડાને રૂ. 1,400 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ચાર બોટલ સાથે ઝડપી પાડી બાઇક સહિત કુલ રૂ. 26,400 નો મુદામાલ જપ્ત કરી કાયદેસર તપાસ કરી હતી, જો કે તેની સાથે રહેલો અન્ય એલ ઈસમ ગગડાવાસમાં રહેતો જુસબ સુલેમાન ગગડા નાસી છૂટયો હતો. તો જુના કટારીયા ત્રણ રસ્તા નજીક પેટ્રોલીંગ દરમ્યાન પોતાની ભેઠમાં રૂ. 350 ની કિંમતની અંગ્રેજી દારૂની એક બોટલ લઈને જઇ રહેલા લાકડિયાના મુકેશ મોહનભાઇ કોલીને ઝડપી પાડી તેના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી.