અંજાર તાલુકાના દબડમાં 75 વર્ષીય વૃદ્ધાએ એસિડ ગટગટાવી જીવનનો અંત આણ્યો

Pesticide-poisoning-suicide

copy image

copy image

અંજાર તાલુકાના દબડમાં 75 વર્ષીય વૃદ્ધાએ એસિડ ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના દબડમાં રહેતા રાજબાઈ હાભુભાઈ ગઢવી નામના મહિલા બે દિવસ અગાઉ પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર એસિડ પી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.