માંડવીની ઓફિસમાં 29 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

માંડવી એ.પી.એમ.સી. માર્કેટયાર્ડમાં આવેલી ઓફિસમાં 29 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનની અંતિમ વાટ પકડી લીધી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે વહેલી પરોઢે માંડવીના એ.પી.એમ.સી. માર્કેટયાર્ડમાં આવેલી કે.ડી. ટ્રેડિંગની ઓફિસમાં કોઈ અકળ કારણોસર વિનોદ દાંતણિયા નામના યુવાને કમ્પ્યુટરનો કેબલનો વાયર પંખામાં બાંધી ગળેફાંસો ઝાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.