રાપર પો.સ્ટે વિસ્તારના ત્રંબો ગામે થયેલ ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી પુર્વ –કચ્છ,ગાંધીધામ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તરફથી જીલ્લાના શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા અને આવા ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે તા.૨૭/૧૦/૨૦૨૫ ના રોજ રા૫૨ પો.સ્ટે માં ખુનનો બનાવ બનવા પામેલ જેની હકીકત એવી છે કે આ કામે મરણ જનાર ધનસુખ નારણભાઈ ડોડીયા ૨હે.ગંબો વાળાને આરોપીની કાકાની દિકરી સાથે પ્રેમ સંબધ હોવાનુ આરોપીને શક વહેમ હોય જેથી મરણ જનાર રાપર જતા હતા તે વખતે આરોપી પાછળ થી આવી લોંખંડના પાઈપથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાશી ગયેલ જે અંગે ૨ાપ૨ પો.સ્ટે. એટ્રોસીટી કલમ હેઠળ તથા ખુનનો ગુનો તાત્કાલીક નોંધી ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી નાઓની આગેવાનીમાં એલ.સી.બી તથા ભચાઉ ડીવીઝનના પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવી રાતભર મહેનત કરી હ્યુમન સોર્સથી તથા ટેકનીકલ સર્વેલન્સથી આ ગુનાના નાસી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં રાપર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલ છે
આરોપીનુ નામ
ભરત કેશાભાઈ કોલી (અખીયાણી) ઉ.વ-૨૩ રહે.ત્રંબો તા.૨ા૫૨-કચ્છ
શોધાયેલ ગુનો –
૨ાપ૨ પો.સ્ટે પાર્ટ એ.ગુ.૨.ન-૧૧૯૯૩૦૧૦૨૫૦૪૦૦/૨૦૨૫
ભારતીય ન્યાય સંહીતા- ૧૦૩(૧) તથા અનુ.જાતી/જન જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ કલમ- ૩(૨) (૫) તથા જી.પી.એક્ટ – ૧૩૫
કબ્જે કરેલ મુદ્દામાલ-
(૧) ગુના કામે વપરાયેલ લોખંડનો સળીયો
(૨) એલ્યુમિનિયમનું દુધ ભરવાનું કેન
(3) ગુના કામે વપરાયેલ હીરો હોન્ડા કંપનીનુ મો.સા. રજી નં-
જીજે-૧૨-એ.સી.-૧૦૭૧ વાળુ
આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ તથા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર વી.એ.સેંગલ તથા પોલીસ ઈન્સપેક્ટર એસ.વી.ચૌધરી ૨ા૫૨ પો.સ્ટે તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી સામખીયાળી પો.સ્ટે, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ એલ.સી.બી. પો.સબ.ઈન્સ એચ.વી.કાતરીયા રાપર પો.સ્ટે તથા ભચાઉ ડીવીઝનના પો.સ્ટે.નો પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે