“તેરા તજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત અરજદારશ્રીની ગૂમ થયેલ મોટર સાયકલ શોધી અરજદારશ્રીને પરત કરી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં લોકોના ગુમ/ચોરી થયેલ ચીજ વસ્તુઓ શોધી લોકોને પરત અપાવી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ દ્વારા હ્યુમન સોર્સીસ આધારે હર્ષદ આશાભાઈ રબારી રહે.નાના અગિયા તા.નખત્રાણા વાળાની મો.સા.નં. GJ 12 AM 5659 વાળી તા.26/10/2025 ના રોજ સાગનારા તા. નખત્રાણા મધ્યે થી ગુમ થયેલ જે મોટર સાયકલ નખત્રાણા મણીનગર મધ્યેથી શોધી મુળ માલીકને મોટર સાયકલ પરત કરી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરેલ છે.