મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ/વિસ્તારોની ખાસ સફાઇ ઝુંબેશ બાબત.

મહાનગરપાલિકા વિસ્તારના જુદા-જુદા મુખ્ય રસ્તાઓ/વિસ્તારોની સફાઇ તેમજ આવા રસ્તાઓ પર ઉગી નિકળેલ બાવળ (જંગલ) કટીંગ ની કામગીરી ખાસ સફાઈ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા નિર્ણય કરવામાં આવેલ છે. જે કામગીરી તા.૨૭/૧૦/૨૦૨૫ થી ૦૫/૧૧/૨૦૨૫ અને ૦૬/૧૧/૨૦૨૫ થી ૧૫/૧૧/૨૦૨૫ સુધી બે તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ ઝીનના જુદા જુદા મુખ્ય રસ્તાઓ આવરી લેવામાં આવેલ છે જે રસ્તાઓ તથા તેની બંને સાઈડો પર વેસ્ટ મટીરીયલ, કચરો ઉપાડવો તેમજ ઉગી નીકળેલ બાવળોની કટિંગ જેવા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જે ઝુંબેશ માં પ્રથમ તબક્કે હયાત ચાલતી કામગીરી મશીનરી ઉપરાંત વધારાના ૧૧ જે.સી.બી. અને ૧૧ ડમ્પરો દ્વારા કામગીરી શરુ કરવામાં આવેલ છે. જે કામગીરીનું આજરોજ કમિશનર સાહેબશ્રી દ્વારા ગાંધીધામ વિસ્તારના ગુરુકુળ વિસ્તાર તથા આદિપુરના વોર્ડ ૫-એ, ૫-બી વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવેલ અને આ કામગીરી ખુબ જ સારી રીતે અને ઝડપી થાય તથા લોકો ને સાફ સફાઈની પુરતી સુવિધા પ્રાપ્ત થાય તેવી કર્મચારીઓને સુચના આપવામાં આવેલ. આમ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરી ખાસ સફાઈ ઝુંબેશ તરીકે હાથ ધરી મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ રહેશે તેમજ નાગરિકો તેમજ દુકાનદારો દ્વારા આ સફાઈ ઝુંબેશમાં પુરતો સહકાર આપવામાં આવે તેમજ જાહેરમાં કચરો ન ફેકવા અપીલ કરવામાં આવે છે તેવું મહાનગરપાલિકાના કમિશનરશ્રીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

જન સંપર્ક અધિકારી