રાપર તેમજ ભચાઉ તાલુકામાં સહિત સમગ્ર ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદના લીધે ખેડુતોને થયેલ નુકશાન અંગે પૂરતું વળતર આપી રાહત આપવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત રાજયના રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી ડો.તુષારભાઈ ચૌધરી સહિત માન.મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ હતું કે હાલે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) થયેલ છે જેના લીધે સમગ્ર ગુજરાત સહિત મારા મતવિસ્તાર હેઠળના રાપર અને ભચાઉના જગત તાત એવા ખેડુતોને પણ તેમની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે જેના કારણે ખેડુતોની રાત-દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું હોઈ જેના લીધે ખેડુતો પર માતમ જેવો માહોલ સર્જાઈ ગયો છે ઘણા ખેડૂતોના પાક જમીન સાથે સમાન થઈ ગયા છે તથા ખેતરનું ઉત્પાદન સંપૂર્ણ રીતે બગડી ગયું છે.આ અપ્રાકૃતિક આફતના કારણે ખેડુતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.આવકનું મુખ્ય સ્ત્રોત બગડતાં તેમની જીવિકા પર ગંભીર અસર થઈ છે.મોટા પ્રમાણમા નુકસાની થયેલ હોઈ માટે ખેતી પ્રધાન દેશમાં ખેડુત હિતને ધ્યાને રાખી પૂરતા પ્રમાણમાં વળતર આપી રાહત આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સહિત મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.