આદિપુરમાં છ શખ્સોએ ત્રણ વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે આદિપુરમાં અગાઉના ઝઘડાનું મન દુખ રાખી છ શખ્સોએ ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દીધો હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 22ના રાતના સમયે જી.આઈ.ડી.સી રોડ પર આરોપી ઈશમોએ ફરીયાદી રામગોપાલ વિશ્વનાથ ચૌહાનને તેના પિતા, બહેન ઉપર ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ મારામારીના બનાવ અંગે વનમાં જમીન બાબતે ચાલતા મનદુ:ખમાં હુમલો કરાયો હોવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.