ગુજરાતમાં વધુ ચાર દિવસની ભારે વરસાદની આગાહી : પાંચ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
copy image

સૂત્રો જણાવી રહ્યા છે હવામાન વિભાગે ગુજરાત માટે વધુ ચાર દિવસની ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય ચૂકી છે. મહુવામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતાની સાથોસાથ વાવાઝોડાની શક્યતા જાહેર કરાઈ છે. આજે કુલ પાંચ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4થી 12 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની સંભાવના જાહેર કરાઈ છે.