Skip to content
ખંભોળજ પોલીસે દારૂ-જુગારની બદી વિરૂધ્ધ ચાલી રહેલી ડ્રાઈવ દરમ્યાન સાંજના અરસામાં ત્રણોલ ગામની કોયલા તલાવડી પાસે દરોડો પાડીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહેલા હફીઝ સલીમભાઈ વ્હોરા, રાજેન્દ્ર ઉર્ફે પીન્ટુ અંબાલાલ ભોઈ, મનહરભાઈ ભીખાભાઈ પરમાર, દિલીપભાઈ રમણભાઈ સોઢા પરમાર અને ભગુભાઈ દેસાઈભાઈ ચૌહાણને પકડી પાડીને રોકડા ૧,૯૭૦ કબ્જે કર્યા હતા. ત્યારબાદ સવારના અરસામાં ખંભોળજના ઢોલી હેરડો ખાતે દરોડો પાડીને ચકલી ફુદ્દીનો આંક ફરકનો જુગાર રમતાં નરેશભાઈ રમણભાઈ સોલંકી, જગદીશભાઈ મોહનભાઈ વસાવા, રમેશભાઈ ગોપાલભાઈ વસાવા અને નિલેષભાઈ મુકેશભાઈ વસાવાને પકડી પાડીને રોકડા ૫૭૦ કબ્જે કરીને બધા વિરૂધ્ધ જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી.