ગાંધીધામ પોલીસે બે સ્થળેથી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીધામ પોલીસ દ્રારા અલગ અલગ સ્થળેએ કરેલી કાર્યવાહીમાં વિદેશી શરાબ પકડાયો હતો. આ અંગેની મળતી વિગતો અનુસાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જીઆઈડીસી વિસ્તારમાં દરોડો કરતાં અરવિંદસિંહ ખેતુભા સોઢા તથા જશવંત કાનાભાઇ જોશીના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 108 કિંમત રૂ.37,800 નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને શખ્સને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જૂની સુંદરપુરી ખરે દરોડો કરી વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં રાહુલ ઉર્ફે ભીમો રાધુભાઈ મકવાણાના કબજામાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલ નંગ 12 કિંમત રૂ.4,200 તથા અન્ય કંપનીની બોટલ નંગ 12 કિંમત રૂ. 4,200 મોબાઈલ નંગ 1 કિંમત રૂ. 500 મળી કુલ 8,900 નો મુદામાલ સાથે ઇસમને પકડી પાડ્યો હતો. આમ ગાંધીધામ એ અને બી ડિવિઝન દ્રારા અલગ અલગ સ્થળોએ શરાબ અંગે કરેલી કાર્યવાહીમાં શરાબના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. પોલીસે બધા વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *