ભુજ શહેરમાં આધાર પુરાવા વગરના કોપરના વાયરો લઇ આવતા એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ જીવરાજ ગઢવી તથા રઘુવીરસિંહ જાડેજાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિવ્યરાજસિંહ જાડેજા તથા રઘુવીરસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હનીફ પેથા સમા રહે. મોટા દિનારા તા.ભુજ વાળો તેના કબ્જાની મારૂતી ઇકો ગાડીમાં કોપરના વાયરોના ગુચડા ભરી ખાવડા રોડ તરફથી ભુજ બાજુ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તે આ વાયરોના ગુચડા સગેવગે કરવા માટે ભુજ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને તેના કબ્જાના વાહનના પાછળના ભાગે કોપરના વાયરો ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમ પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ અને આ વાયરો મારા ગામના ભખર તાલબ સમાએ મારી ગાડીમાં ભરી ભુજ લઇ જવા જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
→ કબ્જે કરેલ મુદ્દામાલ
કોપરના વાયરો વજન આશરે ૧૦૦ કી.ગ્રા. કી.રૂ. ૭૦,૦૦0/-
મારૂતિ ઇકો વાહન રજીસ્ટેશન નંબર GJ-12- FE- 6874 કી.રૂ. ૫,૦૦,૦૦૦/-
મોબાઇલ નંગ- ૦૧ કી.રૂ. ૨૦,૦૦૦/-
: પકડાયેલ ઇસમ
- હનીફ પેથા સમા રહે. મોટા દિનારા તા.ભુજ
પકડવાનો બાકી ઇસમ
ભખર તાલબ સમા રહે. મોટા દિનારા તા.ભુજ