રાપર વિધાનસભા કોંગ્રેસ પરીવાર દ્વારા સરદાર વલભભાઈ પટેલની જન્મજયંતી અને ભારત દેશન પૂર્વ વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરાગાંધી ની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

IMG_20251031_102757

 આજ રોજ રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશની સમપ્રભુતા અને એકતા માટે પોતાનું સર્વસ્વ અર્પિત કરી દેનાર પૂર્વ વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ આપવામાં આવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી , લોખંડી પુરુષ અને દેશના વિશ્વવંદનીય વિભૂતિ યુગ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતી નિમિત્તે પ્રાગપર ચોકડી ખાતે આવેલ પ્રતિમાને રાપર વિધાનસભા કોંગ્રેસ પરીવાર દ્વારા પુષ્પાંજલિ અપાઈ હતી આ સમય ભીખુભાઈ રાજપૂત પ્રમુખશ્રી રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ, રાપર નગરપાલિકાના કાઉન્સીલર અરવિંદભાઈ માલી, રાપર નગરપાલિકા પૂર્વ વિપક્ષી નેતાશ્રી દિનેશભાઈ ચંદે , મહેશભાઈ મઢવી , ગાંગજીભાઈ વાવીયા સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.