મુન્દ્રામાં ર૦ બોટલ દારૂ ઝડપાયો

મુન્દ્રા : શહેરના બારોઈ રોડ તથા નદીનાકા પાસેથી પોલીસે બે ઇસમો પાસેથી ર૦ બોટલ દારૂ પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બારોઈ ગામે બાવળોની ઝાડીમાંથી જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજાને પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂની વિદેશી દારૂની બોટલો નંગ ૧૯ કિંમત રૂ.૬,૬પ૦ નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. બીજી તરફ નદીનાકા પાસેથી નરપત ચેતનદાન ચારણ, રહે. મુન્દ્રાને એક બોટલ દારૂ કિંમત રૂ.૩પ૦ ના મુદામાલ સાથે પકડી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *