ગાંધીધામ શહેરના ગણેશનગર શંકર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોની ધરપકડ કરી પોલીસે રોકડા રૂ.3,850 કબ્જે કર્યા હતા. ગણેશનગર શંકર ભગવાનના મંદિર પાછળ ખુલ્લા મેદાનમાં અમુક ઇસમો જુગાર રમતા હતા. ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. ગોળ કુંડાળું વાળી ધાણીપાસા વડે જુગાર રમતા મનોજ ભોજા મહેશ્વરી, રજાક હુસેન બુલાતર અને લાલજી હીરા મહેશ્વરી નામના ઈસમોની પોલીસે અટકાયત કરી હતી. ઝડપાયેલા આ ઇસમો પાસેથી રોકડ રૂ.3,850 જપ્ત કરાયા હતા.