નખત્રાણામાં 36 વર્ષીય યુવાને ડીઝલ છાંટીને પોતાની જાત જલાવી દીધી

copy image

copy image

  નખત્રાણામાં 36 વર્ષીય યુવાને ડીઝલ છાંટીને પોતાની જાત જલાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાના કોલીવાસમાં રહેનાર રાજેશ ઇશ્વરલાલ કોલીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ગત તા. 24/10ના સાંજના સમયે પોતાના ઘરે હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ડીઝલ છાંટીને છાતીના ભાગે દીવાસળી ચાંપીને જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.  પોલીસે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ કરતાં હતભાગી કોઇ ધંધો-રોજગાર ન કરતો અને ખોટા વ્યસનના રવાડે ચડી ગયેલ હોવાના કારણે આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ. આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.